Placeholder canvas

લઘુમતીઓની દરેક સંસ્થાનો વહીવટ એકજ મંત્રાલય / વિભાગના નેજા હેઠળ કરવાની MCCની માંગ

ગુજરાત વક્ફ બોર્ડ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ તેમજ ગુજરાત હજ કમીટીનો વહીવટ એકજ મંત્રાલય હસ્તક કરવા બાબતે એમસીસીએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે.

ગુજરાતમાં “લઘુમતી કાર્ય મંત્રાલય” નહિ હોવાના કારણે લઘુમતી સમુદાય સંબંધિત વિવિધ ખાતા 3 મંત્રાલયોના નેજા હેઠળ.

  1. વક્ફ બોર્ડનો વહીવટ કાયદા (legal) વિભાગ કરે છે.
  2. હજ કમેટીનો વહીવટ સામાન્ય પ્રશાસન વિભાગ કરે છે.
  3. ગુજરાતમાં કેન્દ્ર પૃસ્કૃત છાત્રવૃત્તિની યોજના, 15 સૂત્રીય કાર્યક્રમ તેમજ અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમની યોજનાઓનો અમલીકરણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કરે છે.

વહીવટી દૃષ્ટિએ અને લોકોને સગવડતાની રૂએ લઘુમતી બાબતો માટે બનાવવામાં આવેલ દરેક સંસ્થાનો નો વહીવટ એકજ મંત્રાલય / વિભાગના નેજા હેઠળ થાય તો પ્રશાસન અને સામાન્ય લોકોને પણ સગવડત રહે તેમજ નાણાંની નક્કર ફાળવણી થઈ શકે. મંત્રાલય નહિ હોવાથી ગુજરાતના 11.5% લઘુમતીઓ જેમાં મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, સિખ, બૌદ્ધ, પારસી, યહૂદી વગેરેનો સમાવેશ થાય છે તેઓ વિકાસના નક્કર કામોથી વંચિત રહી જાય છે.

માયનોરીટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી, મુખ્યસચિવ શ્રી અને નેતા વિરોધપક્ષના નેતા પત્ર પાઠવીને માંગણી કરેલ છે કે ગુજરાતના 11.5% લઘુમતીઓના વિકાસ માટે અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ “લઘુમતી કાર્ય મંત્રાલય” ની રચના તાત્કાલિક ધોરણે કરવી જોઇએ. માટેજ વક્ફ બોર્ડ, હજ કમેટી અને ગુજરાત અલ્પસંખ્યક નાણાં નિગમ અને કેન્દ્ર પૃસ્કૃત યોજનાઓ એકજ મંત્રાલયના નેજા હેઠળ કરવા માંગ કરી છે.

આ સમાચારને શેર કરો

Leave a Reply