Placeholder canvas

વાંકાનેર: લાલપર અને લિંબાળા ગામના ખેડૂતોની ખેતીમાં દિવસે લાઈટ આપવાની માંગ

વાંકાનેર: વિડી વિસ્તારના આસપાસના ગામોમાં છેલ્લા ઘણા સમયથી દીપડા સહિતના હિંસક પ્રાણીઓના આંટાફેરા અને મારણ કરતા હોવાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વીડી વિસ્તારની નજીકમાં જ આવતા વાંકાનેર તાલુકાના લાલપર અને લિંબાળા ગામના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ જવાબદાર અધિકારી સમક્ષ ખેડૂતોને રાત્રીના બદલે દિવસના દરમિયાન લાઈટ આપવાની લેખિત તેમજ મૌખિક રજુઆત કરી છે.

લાલપર તથા લિંબાળા ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર પીજીવીસીએલ કચેરીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં હિંસક પ્રાણીઓનો ત્રાસ હોય, જેમાં ખેડૂતોને ખેતીવાડીમાં રાત્રીના સમયે પાવર મળતો હોય, જેથી રાત્રીના સમયે ખેડૂતો પર સતત આવા હિંસક પ્રાણીઓના હુમલાનો ખતરો હોવાના કારણે આ બંને ગામોના ખેડૂતોને દિવસના સમયે વીજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો