Placeholder canvas

વાંકાનેર: મેહવિસ માથકિયા વક્તૃત્વ સ્પર્ધામાં ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી સંચાલિત મોરબી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા મોંહમદી લોકશાળા , ચંદ્રપુર તાલુકા વાંકાનેર ખાતે યોજાયેલ હતી.

જેમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળા ધોરણ 3 માં અભ્યાસ કરતી વિધાર્થીની માથકિયા મેહવિસએ વક્તૃત્વ સ્પર્ધા વિભાગ અ માં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી પોતાના પરિવાર તથા વઘાસિયા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે માથકિયા મેહવિસ આગામી પ્રદેશ (ઝોન) કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

મેહવિસના વઘાસીયા પ્રાથમિક શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરે છે, તેવો રાણેકપર ગામના રહેવાસી છે. તેમના મમ્મી ટીચર છે અને પપ્પા નાયબ મામલતદાર તરીકે મીરબી સેવાવૃત છે.

આ સમાચારને શેર કરો