ટંકારા: નવનિર્માણ થનાર બસ સ્ટેશનને દયાનંદ સરસ્વતી નામ આપવાની માંગ

ટંકારાને વિશ્વ ફલક પર રોશન કરનાર ઋષિનું નામ બસ સ્ટેશનને આપવા સોશિયલ મીડિયા પર અગ્રણીઓ પોસ્ટ મૂકી

By Jayesh Bhatashna (Tankara) ટંકારા : નવા વર્ષના પ્રથમ દિવસે ટંકારામાં બે દશકાથી માંગણી કરાતા બસ સ્ટેન્ડનુ ખાતમુહૂર્ત થયા બાદ હવે એ નવનિર્માણ પામનાર બસ સ્ટેન્ડને ટંકારાની ખ્યાતિ દેશ-વિદેશમાં અને રાજકીય નેતાથી લઈ નાના-મોટા સમુહમા પ્રસિદ્ધ એવા વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની ઓળખ આપી નામકરણ કરવા જુદા-જુદા સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.

આ અંગે ટંકારા ભાજપના પૂર્વ યુવા મહામંત્રી ભાવેશ કાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમા રજૂઆત કરી છે. તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજા, ગપી પાટીદાર સહિતના નગરજનો એ પણ સોસયલ મિડીયા ઉપર આ વાત મુકી માંગ દોહરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી પછીનુ બસ સ્ટેન્ડ ઋષિની જ્ઞાાનમંદિરની અડોઅડ હતુ અને ટંકારામા દેશવિદેશથી અનેક આર્યસમાજી ટંકારા પધારતા હોય છે. ત્યારે તેના ગુરૂના નામકરણથી એ પણ ગૌરવની લાગણી અનુભવે એમા કોઈ બેમત નથી.

આ સમાચારને શેર કરો