રાજકોટમાં કોરોનાનો કોપ: નવા 6 કેસ નોંધાયા
રાજકોટમાં કોરોના વકરવા લાગ્યો હોય તેમ ગઈરાત્રે આઠ કેસ નોંધાયા બાદ આજે વધુ છ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા સનસનાટી મચી છે. આરોગ્યતંત્ર ઉંધા માથે થયુ છે. છમાંથી પાંચ રાજકોટ શહેરના છે જયારે એક ગ્રામ્ય વિસ્તારનો છે.
આજે સવારે વધુ છ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. તેમાંથી એક કોઠારીયા રોડ પરની વેલનાથ સોસાયટીની મહિલા એક 40 ફુટના રોડ પર આવેલા શ્રદ્ધાપાર્કના યુવક તથા સરકારી કવાર્ટરમાં રહેતા યુવકનો સમાવેશ થાય છે. આ સિવાય અમદાવાદથી રાજકોટ ઓપરેશન માટે આવેલા એક યુવક તથા યુવતીનો સમાવેશ થાય છે. તદઉપરાંત ખાનગી હોસ્પીટલમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા યુવકનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.
કોરોનાગ્રસ્ત લોકોના સીધા સંપર્કમાં આવતા વધુને વધુ લોકોને ચેપ લાગી રહ્યો હોય તેમ આજે નવા છ પોઝીટીવ દર્દીઓને ચેપ લાગ્યો હોવાનું જ બહાર આવ્યું છે. કોઠારીયા રોડ વેલનાથ સોસાયટીમાં રહેતા મધુબેન કનુભાઈ રોજીયા ગઈકાલે જ અમદાવાદથી આવ્યા હતા ત્યારે શંકાસ્પદ લક્ષણ માલુમ પડતા સેમ્પલ લેવાયુ હતું અને તેમાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
શ્રદ્ધાપાર્ક, મનોહર વિદ્યાલય પાસે રહેતા નિલેશ મનસુખભાઈ કુકડીયા નામનો યુવક બે દિવસ પુર્વે પોઝીટીવ જાહેર થયેલા ખાનગી હોસ્પીટલના તબીબના કોન્ટેકટમાં હતા અને તેમનો ચેપ લાગ્યો છે. આ સિવાય ફીલ્ટર હાઉસ ખાતેના સરકારી કવાર્ટરમાં રહેતા આશિષ અશ્ચિનભાઈ ભૂત નામનો યુવક સ્ટાફનર્સ તરીકે ફરજ બજાવતો હતો. અમદાવાદમાં ફરજ પરથી પરત આવ્યા બાદ કવોરન્ટાઈન કરાયો હતો. શંકાસ્પદ લક્ષણોના આધારે સેમ્પલ લેવાતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આ સિવાય ખાનગી લેબમાં લેવાયેલા બે સેમ્પલના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. નાણાવટી ચોક નંદનવન આવાસમાં રહેતી પાયલ મોહનભાઈ સાસીયા નામની યુવતી આઠ દિવસ પુર્વે અમદાવાદથી આવી હતી તેનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આ જ રીતે ખાનગી લેબમાં ટેસ્ટીંગ કરાવનારા વૈભવ પટેલ નામના યુવકનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.
રાજકોટ સીટીમાં ગઈરાત્રે 8 પોઝીટીવ કેસ જાહેર થયા હતા. આજે પાંચનો ઉમેરો થવા સાથે કુલ આંકડો 120 પર પહોંચ્યો છે. જો કે, કોર્પોરેશનની સતાવાર યાદીમાં આ સંખ્યા 119 છે. કારણ કે ખાનગી લેબમાં ટેસ્ટીંગ કરાવનાર વૈભવ પટેલ નામના યુવકની સીટીમાં સંક્યામાં ગણતરી કરવામાં આવી નથી.
રાજકોટ ગ્રામ્યમાં શાપર નજીકના પારડી ગામના રાજેશ કુબાવતને રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે ખાનગી હોસ્પીટલમાં ફરજ બજાવે છે. તેનો રીપોર્ટ પોઝીટીવ આવવાના પગલે તેના ત્રણ પરિજનોને ફેસીલીટી કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે અન્યને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
રાજકોટમાં ગઈરાતથી 14 પોઝીટીવ કેસ નોંધાયા છે. આ દર્દીઓના કલોઝ કોન્ટેકટને ટ્રેસ કરીને કવોરન્ટાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગઈરાત્રે જાહેર થયેલા આઠ કેસોમાં એક ખાનગી બેંક કર્મચારી તબીબની બહેન, હોસ્પીટલ કર્મચારી વગેરે ઝપટે ચડયા હતા. રાજકોટમાં બે દિવસમાં 14 કેસને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ થઈ પડી છે. નવા દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈનની કાર્યવાહી કરવામાં આવી છે. 12 કલાકના સમયગાળામાં જ 14 કેસ જાહેર થયા હોવાથી કવોરન્ટાઈન લોકોની સંખ્યા પણ વધુ હોવાનું મનાય છે.
૧૪ દર્દીઓની યાદી
- મધુબેન ૨ોજીયા(ઉ.વ.પ૦)
- નિલેશ કુકડીયા(ઉ.વ.૩૬)
- આશીષ ભુત(ઉ.વ.૩૩)
- વૈભવ પટેલ, અમદાવાદ
- પાયલબેન સાસીયા, અમદાવાદ
- ૨ાજેશ કુબાવત, પા૨ડી
- ઝીલબેન માંકડીયા (ઉ.વ.૨૬)
- ભાનુબેન સોલંકી(ઉ.વ.પ૬)
- ૨ાજદીપસિંહ ચુડાસમા (ઉ.વ.૨૪)
- હાર્દિક પુ૨ોહિત (ઉ.વ.૩૪)
- પાર્થ સાત૨ા(ઉ.વ.૪૦)
- ઉર્ષાબેન મણવ૨(ઉ.વ.પ૨)
- દેવાંગ પ૨મા૨ (ઉ.વ.૨પ)
- તેજપાલ તોમ૨(ઉ.વ.૩૪)
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…