Placeholder canvas

ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાનું સંકટ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

ગત અઠવાડિયે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આવેલા વાવાઝોડા “અમ્ફાન”એ ભારે વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડાના પગલે પશ્ચિમ બંગાળમાં 85 લોકોના મોત થયા હતા, જ્યારે જંગી આર્થિક નુક્સાન પણ થયું હતું. આ વાવાઝોડાની શાહી હજુ તો સૂકાઈ પણ નથી અને હવે ગુજરાત પણ એક ચક્રવાતી વાવાઝોડાનો ખતરો મંડરાવા લાગ્યો છે.

Windy.com વેબસાઈટ મુજબ, હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે, તે આગામી 4-5 જૂનના રોજ ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે, તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.

અરબી સમુદ્રમાં છેલ્લા 4 દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જો કે આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે ભારતીય હવામાન વિભાગ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું.

હાલ પોરબંદરના દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિવાય 5 દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો