Placeholder canvas

વાંકાનેર: શ્રમિક યુવાનનું નાક કાપી લઇ મોબાઇલ ફોનની લૂંટ


જિલ્લામાં વધતા જતા ચોરી-લૂંટ-મારામારી અને ઠગાઇના બનાવો ડામવામાં પોલીસ નિષ્ફળ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પેટ્રોલ પંપના માલિકની ગાડી અને રોકડની લૂંટ કરવામાં આવી તે બનાવની હજુ શાહી સુકાઈ નથી અને આરોપી પકડાયા અને ત્યાં વાંકાનેર તાલુકાની હદમાં સરતાનપર રોડ નજીકથી બાઇક લઇને પસાર થઇ રહેલા શ્રમજીવી યુવાનને બાઇક ઉપર આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ આંતરીને માર માર્યો હતો તેમજ તિક્ષણ હથિયાર મારીને તેનુ નાક કાપી નાખ્યુ હતુ.

ત્યાર બાદ યુવાન પાસે રહેલા દસ હજારની કિંમતના મોબાઇલ ફોનની લુંટ ચલાવવામાં આવી હતી અને અજાણ્યા શખ્સો તેનું બાઇક લઇને નાશી ગયા હતા હાલમાં ઇજાગ્રસ્ત યુવાનને મોરબીલબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે અને પોલીસે બનાવની નોંધ કરીને બનાવ સ્થળની આસપાસના સીસીટીવ ફુટેજના આધારે આરોપી સુધી પહોંચવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માટેલ નજીક આવેલ સોની સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજારામ મુન્નાલાલ પૂસવાદ (ઉંમર 21) ગઈકાલે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં સરતાનપર રોડ ઉપર આવેલ અલકોરા સીરામીક કે જ્યાં તેના ભાઈ અને પરિવારજનો મજૂરી કામ કરે છે ત્યાં જઈ રહ્યા હતા ત્યારે પેગવીન સિરામિક પાસેથી રાજારામ તેનુ બાઇક લઇને પસાર થતા રસ્તા ઉપર બાઈક લઈને આવેલા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા રાજારામને રોકવામાં આવ્યો હતો.

ત્યારબાદ તે કશું સમજે તે પહેલા જ તેને માર મારવાનું ત્રણેય શખ્સોએ શરૂ કરી દીધું હતું અને તેની પાસે રહેલ તિક્ષણ વસ્તુથી રાજારામના નાક ઉપર ઘા કરતાં નાક કાપી નાખ્યું હતું જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલ રાજારામ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને ત્યાર બાદ અજાણ્યા ત્રણેય શખ્શો રાજારામનો દસ હજારની કિંમતનો મોબાઇલ ફોન લુંટી ગયા હતા આ બનાવની આસપાસના અન્ય લોકોને જાણ થતાં તેઓએ રાજારામને સારવાર માટે થઈને વાંકાનેર ત્યારબાદ મોરબી આયુષ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે બનાવમી નોંધ કરીને બનાવની આસપાસના વિસ્તારમાંથી પસાર થતા રસ્તા ઉપર આવતા સિરામિકના દરવાજા પર મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેના આધારે આરોપીઓને પકડવા માટે થઈને પોલીસ દ્વારા હાલમાં જુદી-જુદી દિશાની અંદર તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો