રાજકોટ: રાત્રે ઝુંપડામાં આગ લાગતા 7 દાઝ્યા, 1નું મોત

રાજકોટ કુવાડવા પોલીસ મથક પાછળ ઝુંપડામાં આગ લાગી હતી. જેમાં 7 લોકો દાઝ્યા હતા. તથા એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમજ બે બાળકો પણ દાઝ્યા છે. હાલ તમામ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાત્રે આગની એક ઘટનામાં લોકો દાઝી ગયા હતા. જ્યારે એક બાળકીનું મોત નીપજ્યું હતું. હાઇવે પર […]

ગોંડલ રોડ પર પુલ પાસે ટોળાનો પોલીસ પર પથ્થરમારો

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર પુલ પાસે આજરોજ બપોરના સુમારે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ તંગ બની ગઇ હતી. પથ્થરમારાની જાણ થતાં તાકિદે અહીં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતાં. અહીં આસપાસ ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાક લોકો લોકડાઉન વચ્ચે પણ બહાર આંટા ફેરા કરી રહ્યા હોય તેમને સમજાવવા જતાં આ હૂમલો કરવામાં આવ્યો હતો. […]