Placeholder canvas

વાંકાનેર: દારૂમા બે વર્ષ અને મારામારીમાં છ માસની સજાનો કોર્ટનો ચુકાદો.

વાંકાનેર : ગત તારીખ 13-2-2018 ના રોજ વાંકાનેર તાલુકાના ખખાણા ગામે આરોપી લાલજી નાથાભાઈ ડાભીના મકાનમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની 11 બોટલો કિંમત રૂપિયા 3300 સાથે ઝડપાઇ જતાં વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહી કલમ ૬૫ ઈ, ૧૧૬ મુજબ ગુન્હો રજીસ્ટર કરેલ. સદરહું કેસ વાંકાનેરના એમ.સી. પટેલ જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એ.એન. પટેલ અને સી.એલ. દરજી એ ધારદાર દલીલો સાથે ગુનો સાબિત કરતાં જજ સાહેબે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા 10,000 દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ. જો આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવે તેવો હુકમ કરવામાં આવેલ.

જ્યારે બીજા ચુકાદામાં ફરિયાદીના બહેનના આરોપી હર્ષદરાય હિંમતલાલ રાવલ (શિક્ષક) સાથેના લગ્ન જીવન દરમિયાન અવારનવાર માનસિક-શારીરિક ત્રાસ આપી ગત તારીખ 4-1-2012 ના રોજ પાડધરા ગામે આરોપીએ ફરિયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી તથા ઘઉં ચારવાની ચારણી માથામાં મારી સ્વેચ્છાપૂર્વક ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ જે અંગે વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી કલમ ૪૯૮ક, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુન્હો રજીસ્ટર કરેલ. સદરહું કેસ વાંકાનેરના એમ.સી. પટેલ જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એ.એન. પટેલ અને સી.એલ. દરજી એ ધારદાર દલીલો સાથે ગુનો સાબિત કરતાં જજ સાહેબે આરોપી હર્ષદરાય હિંમતલાલ રાવલ (શિક્ષક) ને આ ગુના માટે ૬ માસની સાદી કેદની સજા તથા રૂ ૫૦૦ દંડ ભરવાનો હુકમ કરેલ. જો આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો ૧૦ દિવસની વધુ સાદી કેદની સજા ભોગવે તેવો હુકમ કરવામાં આવેલ.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો