ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, 6 દિવસમાં 1100 કેસ !

ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા સોમવારે 3,548 પર પહોંચી છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદના 197 નવા કેસ સહિત કુલ 247 દર્દીઓનો ઉમેરો થયો હતો. તો વધુ 11 લોકોનાં મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162 પર પહોંચ્યો છે. આરોગ્ય સચિવ જયંતી રવિએજણાવ્યુ હતુકે, ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે. અને તેનાથી વિપરીત જોઈએતો દર્દીઓનાં મૃત્યુનો દર બીજા રાજ્યોની સરખામણીએ વધારે છે. મોટાભાગના કિસ્સાઓમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે તથા વાઈસરના સ્ટ્રેઈનમાં અન્ય રાજ્યો કરતાં ફરક હોવાને કારણે આમ બને છે. આ અંગે ગુજરાતના તજજ્ઞો સંશોધન કરી રહ્યા છે. અને તેને આધારે તેમાં કેવી રીતે વર્તવું તેનો ખ્યાલ આવશે.

રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયોના પોઝીટીવ પરિણામો

આ ઉપરાંત તેમણે આયુષ મંત્રાલય દ્વારા સૂચલેવાં ઉપાયો અંગે જણાવ્યુકે, આયુર્વેદ અને હોમિયોપેથી આધારિત રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયોના પોઝીટીવ પરિણામો મળ્યા છે. સ્વસ્થયવ્યક્તિ ઉપરાંત કોરોના સંક્રમિત વ્યક્તિ પણ તેનું સેવન કરે તો તેનો ચોક્કસ ફાયદો થાય છે. અગાઉ કોરોના પોઝીટીવ હોય એવા 81 દર્દીઓ સાજા થતાં તેમને સોમવારે એક જ દિવસમાં રજા આપવામાં આવી હતી. આ દર્દીઓમાં અમદાવાદનાં 72, સુરતના 4 તથા આણંદ, ભાવનગ, મોરબી, નર્મદા અને રાજકોટમાં એક-એક દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યા હતા.

ભારતનાં કુલ મૃત્યુઆંકનાં 18% ગુજરાતમાં

ગુજરાતમાં સોમવારે 11 લોકોના મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162 પર પહોચ્યો છે. આ આંકડો આખા ભારમાં કોરોનાના કારણે થયેલાં મોતનો આંકડો એટલેકે 886નાં 18% જેટલો છે. ગુજરાતમાં આજ દીન સુધીમાં 81 લોકો સાજા થયા છે. અને તેની સાથે કુલ 394 લોકો કોરનાને લડત આપી સ્વસ્થ થયા છે. જોકે, સમગ્ર ભારતમાં આ આંકડો 6,361 અને તે જોતામાં તેમાં 6.20ની ટકાવારી છે. હાલમાં 2992 દર્દીઓ હજુ હોસ્પિટલમાં લડત આપી રહ્યા છે. તે પૈકી 2,961 સ્ટેબલ છે, જ્યારે 31 વેન્ટિલેટર પર છે.

હોસ્પિટલો પણ થઈ રહી છે ફુલ

અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા વધતા હવે હોસ્પિટલો પણ લગભગ ફૂલ થવાના આરે છે. કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 792 એટલે લગભગ 800 બેડ ભરાઈ જતા હોસ્પિટલની કેપેસિટી પૂર્ણ થઈ ગઈ છે. જેથી હવે કોરોનાના દર્દીઓને સારવાર માટે સિવિલમાં રિફર કરાશે. જો કે, કેસ વધવાની સ્થિતિ મુજબ સિવિલમાં વધુ 1300 બેડ ઉભા કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે એટલે સિવિલની ક્ષમતા 2500 બેડની થશે. મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, સિવિલની કેપેસિટીના 80 ટકા દર્દીઓ થાય ત્યાં સુધી દર્દીઓને રિફર કરાશે અને તે પછી બંન્ને હોસ્પિટલમાં સરખા હિસ્સે બાકીના 20 ટકા દર્દીઓ દાખલ કરાશે. આગામી દિવસોમાં એક હજાર કેસ આવે તો પણ પહોંચી વળાય તેવી વ્યવસ્થાનું આયોજન કરાઈ રહ્યું છે અને મ્યુનિ.એ દસ હજારની કેપેસિટી વાળા કોવિડ સેન્ટર શરૂ કરવા તૈયારી બતાવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો