વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર નુરાની કોમ્પલેક્ષ પાસે હત્યા
વાંકાનેર : 27 નેશનલ હાઈવે પર નૂરાની કોમ્પલેક્ષ પાસે એક ટ્રકના કંડક્ટરની હત્યા કરી દેવામાં આવી છે.
અમોને અમારા સોર્ષમાંથી મળેલી માહિતી મુજબ 27 નેશનલ હાઈવે પર નુરાનિ કોમ્પલેક્ષ પાસે હત્યા કરવામાં આવી છે તે પુરુષ ટ્રકનો કંડકટર છે અને તેમની હત્યા તેમના ડ્રાઇવરે તાંબી મારી ને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
વધુ મળેલી માહિતી મુજબ ટ્રકનો ડ્રાઈવર સુરેન્દ્રનગરનો છે અને મૃતક કન્ડક્ટર mp સાઈડનો આદિવાસી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ આ બંને અહીં ગાડી ભરવા માટે આવ્યા હતા અને તેવામાં ડ્રાઇવર અને કંડકટર વચ્ચે માથાકૂટ થતા ડ્રાઇવર કંડકટરને માથામાં મારી લેતા ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને તેમનું મોત થયું હતું.
ટ્રકનો ડ્રાઈવર કંડકટર નું મોત થતાં ટ્રક લઈને ભાગી છૂટ્યો હતો તેમની જાણ થતાં વાંકાનેર શહેર પી.આઇ રાઠોડ અને પીએસઆઇ પી.સી.મોલિયા તેમજ અન્ય પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…