Placeholder canvas

રાજકોટ: કોરોના દર્દીના પરિવાર પાસેથી 45000 પડાવવા જતાં હવાલાતમાં પહોચ્યો

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ એક મહિલાને ટોસિલીઝુમેબ નામનું ઈન્જેકશન આપી દીધાનું કહી તેનાં પરિવાર પાસેથી 45,000 પડાવવા ઠગાઈ કરનાર મયુર હસમુખ ગોસાઈ અને સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા અને ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપનાર ભાજપ કાર્યકર સંજય બચુગીરી ગોસ્વામી સામે પ્ર. નગર પોલીસ મથકના સ્ટાફે કલમ 406, 420 120 (બી) અને 170 મુજબ આ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, લક્ષ્મીવાડી શેરી નંબર 15માં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતાં જેન્તીભાઈ શીશાંગીયા(ઉ.વ.70) નાં ભાણેજ ઉર્મિલાબેન સૌ પ્રથમ સમરસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગત.તા.8મીથી સિવિલનાં કોવીડ 19 વોર્ડમાં દાખલ થયા હતા.આ પરિસ્થિતિમાં જેન્તીભાઈને આરોપી મયુર હસમુખ ગોસાઈએ કોલ કરી કહ્યું કે, ઉર્મિલાબેનને ટોસિલીઝૂમેબ ઈન્જેકશનની તાત્કાલિક જરૂર છે તેમ કહી તેણે ડોકટરની ઓળખ આપનાર અને સિવિલ હોસ્પિટલમાં પડયાં પાથર્યા રહેતા પોતાને ભાજપનાં આગેવાન ગણાવતા સંજય ગોસ્વામી સાથે વાત કરાવી હતી.સંજયે જેન્તીભાઈને કહ્યું કે, તે બહારથી ઈન્જેકશન મંગાવી ઉર્મિલાબેનને આપી દેશે.ત્યારબાદ આરોપીઓએ ઈન્જેકશન આપી દીધાનું કહી જેન્તીભાઈ પાસે રૂા 45 હજાર ની માંગણી કરી બાદમાં અનુકૂળ સમયે પૈસા આપવાનું કહ્યું હતું.

આ બનાવમાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા રાઇટર એએસઆઈ સંજયભાઈ ગૌસ્વામી અને એએસઆઇ કનુભાઈ માલવીયા પોલીસ મથકના સ્ટાફે ફરિયાદ મુજબ આરોપી મયુર (ઉ.વ.27)રહે. રેલનગર, શિવાલય ચોક, સ્ટાર રેસિડેન્સી)ને દબોચી લીધો હતો.તેણે સઘડી વાતની કબૂલાત આપી હતી.આ મામલે મયુરે કહ્યું કે તમારા સંબંધીને બાટલામાં ઇન્જેક્શન અપાઇ ગયા છે અને પૈસા આપી જજો અને બાટલામાં ઈન્જેકશન આપ્યાનું જણાવતા જ જેન્તીભાઈને સંકા ગઈ અને તુરંત જ ફરિયાદ નોંધાવી હતી.જયારે ભગવતીપરામાં રહેતો મુખ્ય સૂત્રધાર ભાજપનો આગેવાન સંજય ગોસ્વામી કે જેણે ફોન પર ડોકટર તરીકે વાત કરી હતી.તેના ઘરે તપાસ કરતા મળી આવ્યો નહોતો.તેની શોધખોળ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

સંજયને બચાવવા અનેક રાજકારણીઓના ફોન રણક્યા
કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓ અને તેનાં સગા સંબંધીઓ દવા, બેડ,ઈન્જેકશન વગેરે માટે ઝઝૂમી રહ્યાં છે. ત્યારે તેમને મદદરૂપ થવાને બદલે વિપતિના સમયે દર્દીના સગાઓ પાસેથી ભાજપ કાર્યકર સંજય ગોસ્વામી જેવા લેભાગુ તત્વો દર્દીઓનાં સગાઓની મજબૂરીનો લાભ લઈ પૈસા પડાવવાનાં કારસાઓ રચી રહ્યા છે.તેને છોડાવવા અનેક રાજકારણીના ભલામણ માટેના ફોન રણક્યા હતા.આ બાબતને પોલીસે ગંભીરતાથી લઇ ગુન્હો નોંધી દાખલો બેસાડ્યો હતો.

આ સમાચારને શેર કરો