ડૉ.સાહિસ્તા કડીવાર અમદાવાદમાં 15 દિવસ ફરજ બજાવી બન્યા ખરા અર્થમાં કોરોના વોરિયર
ડૉ. સાહિસ્તા કડિવાર જિલ્લા પંચાયત મોરબીના પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર છે. જેવો કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
વાંકાનેર: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ આવતા વાંકાનેર તાલુકાના કોઠી પ્રાથમીક કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડિવાર કે જેવો ખરા અર્થમાં કોરોના વોરીયર છે. તેનું આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના સ્ટાફ દ્વારા વેલકમ બેક કરવામાં આવ્યું હતું.
હાલ કોરોનાના કપડા કાળમાં આખા વિશ્વમાં ઘણા દેશોમાં મહાયુદ્ધ ચાલી રહેલ છે. તેવામાં જિલ્લા પંચાયત મોરબી ના પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર ડૉ.સાહિસ્તા કડીવાર કે જેવો કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
જેવો ગત તારીખ 10/6/ 2020 થી 25/6/2020 સુધી 1200 બેડની કોવિડ હૉસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ બજાવી ખરા અર્થમાં કોરોના વોરિયર સાબિત થાય થયા છે જેવો મોરબી જિલ્લામાં પરત ફરી કોરોના રિપોર્ટ કરાવી જે રિપોર્ટ નેગેટીવ આવતા પોતાની મૂળભૂત ફરજના સ્થળ પર હાજર થતાં, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના સ્ટાફ દ્વારા તેઓનું સન્માન તથા વેલકમ બેક કરવામાં આવ્યું હતું. જે બદલ ડૉ. સાહિસ્તા કડીવારે પણ બધાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…