વાંકાનેર: રૂગનાથજી શેરીનાં સંક્રમિત દરજી પરિવારને હોસ્પિટલમાંથી રજા અપાઇ.

વાંકાનેરમાં ગત તારીખ 28ના વાંકાનેરની રૂગનાથજી શેરીમાં રહેતા દરજી પરિવારના તમામ ચારે ચાર સભ્યોનો દેવેન્દ્રભાઈ મગનભાઇ પરમાર ઉ.વ.40, તેમની પત્ની, આશાબેન દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 35, પુત્રીઓ અપેક્ષા દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 14 અને માહી દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 7 ને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા.

આજે આ પરિવારને છ દિવસમાં કોરોના પોઝિટિવ ના કોઈ લક્ષણો દેખાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેઓને 11:30 વાગ્યે એમ્બ્યુલન્સ દ્વારા તેઓના રૂગનાથજી શેરીમાં તેમના ઘરે લાવવામાં આવ્યા છે આ પરિવારના તમામ સભ્યો હવે કોરોના મુક્ત થઈ ગયા છે.

વાંકાનેરમાં અત્યાર સુધીમાં કુલ 12 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને ગઈકાલે નોંધાયેલો એકમાત્ર કેસ ઉર્મિલાબેન રાયજાદા હાલ એક્ટિવ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો