Placeholder canvas

રાજકોટની ભાગોળે માધાપર, મોટા મવા, ઘંટેશ્ર્વર, મુંજકા, નવાગામને કોરોનાનો ભરડો 

મેરીગોલ્ડ, મહાવીર રેસિડેન્સી, કલાઉડ નાઈન, રંગોલી પાર્ક, આસ્થા સોસાયટી, રત્નમ ગાર્ડનિયા, વર્ધમાન ગ્રીન સહિત અનેક એપાર્ટમેન્ટ માઈક્રો ક્ધટેન્ટ જાહેર

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોનાનો ભરડો વધુને વધુ મજબૂત થતો જાય છે. લોધીકા અને પડધરી તાલુકાના સાત ગામ કોરોના હોટ સ્પોટ જાહેર કરાયા બાદ રાજકોટ મહાનગરની આસપાસના વિસ્તારોને જાણે કોરોનાએ ભરડો લીધો હોય તેમ આ વિસ્તારના સંખ્યાબંધ એપાર્ટમેન્ટના બ્લોક માઈક્રો ક્ધટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ માધાપરમાં મેરીગોલ્ડ એવન્યુ, મહાવીર રેસીડેન્સી, કેવલમ કિંગડમ,કલાઉડ નાઈનના અમુક ફ્લેટ માઈક્રો ક્ધટેન્ટ જાહેર કરાયા છે. આવી રીતે મોટા મવામાં રંગોલી પાર્ક અને વિજયભાઈનું ફાર્મ હાઉસ માઈક્રો ક્ધટેનમેન્ટની યાદીમાં મૂકી દેવાયા છે.

રાજકોટની ભાગોળે આવેલા ઘંટેશ્વરમાં આસ્થા સોસાયટી, રત્નમ ગાર્ડનિયા, વર્ધમાન ગ્રીન અને જામનગર રોડ પરના બીજા રીંગરોડ નજીકના એસઆરપીએફના ક્વાર્ટર, મુંજકા ગામે હરિવંદના કોલેજ પાસે આવેલ ગણેશ ગ્રુપ એકના બિલ્ડિંગો, નવાગામમાં આંગણવાડી પાસેનો વિસ્તાર માઈક્રો ક્ધટેનમેન્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત બામણબોરમાં ગ્રીન પ્લાય સામેનો વિસ્તાર, કુવાડવામાં મસ્જિદ શેરી, કણકોટમાં ગામ વિસ્તાર આ કેટેગરીમાં મુકી દેવાયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કુલ 267 માઈક્રો ક્ધટેનમેન્ટ હતા તે સંખ્યામાં આજે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને વધુ 187 વિસ્તારનો ઉમેરો કર્યો છે અને તે સાથે કુલ 454 વિસ્તાર આ યાદીમાં મુકાઈ ગયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો