સત્ય મેવ જયતે : આધારકાર્ડની બંધ સેવા આજથી ફરી શરૂ,ગાંધીગીરી રંગલાવી

નવા ઓપરેટ ની નિયુક્તિ કરી ફિંગર સહિત ની પ્રોસેસ વેરીફિકેશન ની પ્રક્રિયા હાથ ધરી

By Jayesh Bhatasana -Tankara ટંકારામા કોરોના મહામારી પુર્વ અતિ ઉપયોગી આધારકાર્ડની સેવા બંધ થઈ ગઈ હોય લોક ડાઉનના બહાનાને આગળ ધરી વહીવટી તંત્ર અનલોક થયાના મહિના પછી પણ આધાર માટે નિરસતા દાખવી લોકશાહીના રાજા સમા પ્રજા નિરાધાર બની કામગીરી માટે કચેરી થી લઈ રાજકીય નેતાઓ સુધી કામકાજ માટે રઝળપાટ કરવો પડતો હોય વિધાથી એકતા સંગઠન સંવિધાન દિવસે ગાંધી ફેઇમ મા કડકડતી પોતડી પહેરી મામલતદાર કચેરી ખાતે ગાંધીગીરી કરવા નો નિણય કરતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તાકીદે મોરબી થી ઓપરેટર બોલાવી કામગીરી ચાલુ કરાવી આપી છે સાથે ટંકારા ને નવા ઓપરેટ ની નિયુક્તિ પણ કરી છે જેનુ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયે કચેરી મા રાબેતા મુજબ આધાર સેવા શરૂ રહશે

ટંકારા મામલતદાર એન પી શુક્લ સાથે વાત કરતા જણાવ્યું હતું કે માંગ વ્યાજબી છે અને હુ એકાદ મહિના થી નિયુક્તિ થઈ છે પરંતુ ટંકારા ના અરજદારો ને એક પણ કામકાજ મા હેરાનગતિ કે ભલામણો ન કરવી પડે એવી વ્યવસ્થા કરવા ની ખાત્રી આપી હતી સાથે નવા ઓપરેટ ની આઇડી જનરેટર ન થાય ત્યા સુધી દર બુધવારે મોરબી થી ઓપરેટ આવશે નુ જણાવ્યું હતું

આ અંગે વિધાથી એકતા સંગઠન સાથે વાત કરતા કહુ હતું કે દેકારો દેખાડો દંભ દાવા કરવા એ સંગઠન ની વિચારધારા નથી તંત્ર ના હ્દય ને ઢંઢોળીને ખરેખર પ્રજા પરેશાન થાય છે એ અહેસાસ કરાવવો એજ આશ્રય હતો જે તંત્ર ને ખ્યાલ આવી ગયો માટે તંત્રએ ટંકારા ની આધાર ની માંગણી ને ન્યાય આપતા આજનો પોતડી પહેરી કડકડતી ઠંડીમાં ઉભા રહેવા નો કાર્યક્રમ રદ કરી સવિધાન ની પુજા અર્ચના કરી સવિધાન વિશે લોકો ને માહિતી આપવા નો નિણય વિધાથી એકતા સંગઠન એ કર્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •