પડધરી,અમરેલીમાં એક-એક અને ભાવનગરમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

સુરતથી 2 જુનના રોજ સુરત જેલમાંથી પાસામાંથી છૂટેલો યુવાન પડધરી આવ્યો હતો. પરંતુ કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા હતા. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો છે. લોકડાઉન દરમિયાન પડધરી પોલીસ સાથે બબાલ કરતા તેને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો હતો.

અમરેલી જિલ્લામા વધુ એક કોરોના પોઝિટિવ કેસ

અમરેલીના ચિતલ રોડ પર રહેતા 23 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.30 મેના રોજ અમદાવાદના નિકોલથી અમરેલી યુવક આવ્યો હતો.તાવ, શરદી, ઉધરસ જણાયા બાદ સિવિલમાં સારવારમાં ખસેડાયો હતો. પરંતુ યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. દર્દીના કોન્ટેક્ટમાં આવેલા સગા અને રહેણાંક વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ
સુરતથી 12 દિવસ પહેલા ગારીયાધારના મોટા ચારોડીયા ગામે રહેતા હિતેશ ઘોઘાભાઇ બારવળીયા (ઉં.વ 37) અને ભાવનગરના આનંદનગર ESIC હોસ્પિટલમાં રહેતા રાજીવભાઈ સોલંકીનો અગાઉ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના સંપર્કમાં રહેલા હાર્દિક ગિરધરભાઇ સોલંકી (ઉં.વ. 20) અને કપિલભાઈ ગિરધરભાઈ સોલંકી (ઉં.વ.23) જેને સમરસમાં રાખવામાં આવ્યા હતા. ત્રણેયના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ભાવનગરમાં 12 વર્ષના બાળકે કોરોનાને હરાવ્યો
હાથબ ગામના આકાશ પ્રવિણભાઇ ધાપા નામના 12 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સઘન સારવાર બાદ રોગમુક્ત થતા નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.ભાવનગરમાં કુલ 130 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 10ના મોત, 105 ડિસ્ચાર્જ અને 15 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જે 15 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જેમાંથી મોટાભાગનાં દર્દીઓ અમદાવાદ સહિત અન્ય શહેરોમાંથી આવેલા છે.

રાજકોટ જિલ્લામાં કેસની સંખ્યા 121 થઇ
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 121કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 86 અને ગ્રામ્યમાં 35કેસનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં 76 દર્દીઓ સાજા થયા છે, 3ના મોત અને 7 દર્દીઓ સારવાર હેઠળ છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ તો જામનગરમાં ગત રાત્રે પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 4 વ્યક્તિઓ 30મેના રોજ મુંબઈથી આવ્યા હતા. બંને કિસ્સામાં પતિ-પત્ની છે. એક દંપતી સમરસ ખાતે ક્વોરન્ટીન હતું. જ્યારે એક દંપતી હોમ ક્વોરન્ટીન હતું. જ્યારે 1 વ્યક્તિ અબુધાબીથી આવ્યા હતા. જેસમરસમાં ક્વોરન્ટીન હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો