ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં આજે ચોથા દિવસે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય ગરમીને કારણે લોકો પરેશાન બન્યા છે. ત્યારે આજે અમરેલીના ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.મુશળધાર વરસાદ વરસતા ધારીના સરસીયા ગામની પદ્માવતી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી ગામમાં ઘૂસ્યા હતા.
ધારી પંથકમાં વરસાદ
ધારીના સરસીયા, અમૃતપુર સહિતના ગામોમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગીર જંગલના સરસીયા વીડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલા અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
સાવરકુંડલામાં વરસાદ
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઘનઘોર વાદળો છવાયા હતા અને વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના જૂનાસાવર, શેઢાવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદમાં આવી ગયા છે.
ઉનામાં ભારે પવન સાથે વરસાદ
ઉનામાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉનાના ઉમેજ ગામે ખેડૂતે ઢાંકેલ તલ, બાજરો પલળી ગયો હતો. ગીરગઢડા તાલુકાના પડા ગામે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થયું હતું.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…