રાજકોટમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 50 કેસ નોંધાયા
રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર આરતીબેન જોષીના પતિ પરેશભાઈ જોષીનું આજે કોરોનાથી મોત નીપજ્યું છે. રાજકોટમાં કોરોના કેસ વધ્યા બાદ હવે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવનોં આંક 1300ને પાર પહોંચી ગયો છે. રાજકોટમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં વધુ 50 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એકનું મોત નીપજ્યું છે. એક જ દિવસમાં સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 881 થઇ છે. કોરોના સંક્રમણને લઇને રાજકોટ સોની બજાર 27 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી બંધ રહેશે. ગોલ્ડ ડિલર એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં કુલ 1303 કેસ પોઝિટિવ નોંધાયા
શુક્રવારે રાજકોટ શહેરમાં 46 જ્યારે ગ્રામ્યમાં 13 સહિત 59 કેસ જ્યારે 18 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતાં. રાજકોટ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 1303 કેસ થયા છે. આ સાથે ડિસ્ચાર્જ રેશિયો પણ ધીરે ધીરે વધી રહ્યો છે.