Placeholder canvas

હવે ચોટીલામાં પણ બનશે રોપ-વે, CM રૂપાણીની વિધાનસભામાં જાહેરાત

હવે ચોટીલામાં રોપ-વે બનાવવા માટે રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. ચોટીલા મંદિર પર રોપ-વે બનાવવાની જાહેરાત CM વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કરી હતી. અને ચોટીલા મંદિરમાં રોપ વે બનાવવાની મંજૂરી આપી છે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

ચામુંડામાતાના દર્શન માટે ટુંક સમયમાં વૃધ્ધો અને શારીરિક અશક્ત ભક્તોને પણ ગઢ ચોટીલા ચઢવુ સરળ બનશે઼! સરકારે ચોટીલા ડુંગર પર પહોંચવા માટે રોપ-વે બાંધવાની મંજૂરી આપી હોવાની જાહેરાત સીએમ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કરી છે.
ચોટીલાના ડુંગર ઉપર પહોંચવા તળેટીથી 85 મીટરની ઉંચાઈ 400 મિટર લાંબા એરિયલ નેટવર્ક તૈયાર કરાશે. અત્યારે ચોટીલાના ડુંગર ઉપર ચઢવા માટે 1000 જેટલાં પગથિયા છે.

અગાઉ ગિરનાર પર વર્લ્ડ ક્લાસ રોપ વે બનાવવામાં આવી હતી. અને ગિરનાર રોપ વેથી ત્યાંના પ્રવાસનને પણ વેગ મળ્યો હતો. અગાઉ પગથિયા ચડી અંબાજી સુધી જવા માટે ચાર – પાંચ કલાક થતા હતાં. હવે લોકો રોપ-વે દ્વારા 7-8 મિનિટમાં ત્યાં પહોંચી જવાઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો