Placeholder canvas

ચોટીલા: ચામુંડા માતાજી કોવિડ કેર સેન્ટરમાં મદદરૂપ દાતાઓનું સન્માન કરાયું

રિયલ લાઇફ કોરોના વોરિયર્સ પત્રકારોને પણ સન્માનિત કરાયા

ચોટીલા: કોરોના મહામારીની બીજી લહેરમાં જ્યારે હોસ્પિટલોમાં જગ્યા નહોતી અને લોકો સારવાર માટે આમ તેમ રઝળતા હતા એ સમયે ચોટીલા તાલુકાના લોકોને મદદરૂપ થવાના હેતુથી શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા ચોટીલા હાઇવે સ્થિત શ્રી ચામુંડા અતિથિ ગૃહ ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર માં 50 બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ હોમ આઇશોલેશન માં ઘરે રહેલા દર્દીઓ માટે નિ:શુલ્ક ઓક્સિજન સિલિન્ડર અને રિફિલ ની સેવા કરવામાં આવી હતી.

આ કાર્યમાં તન, મન અને ધનથી મદદરૂપ થયેલ ડોક્ટરો, નર્સ, સ્વયંસેવકો અને જેમને પોતાના ખજાના ખુલ્લા મૂકી દીધા હતા તેવા દાતાઓ તેમજ 150 રૂમ ની ધર્મશાળા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે નિ:શુલ્ક આપી તેવા શ્રી ચામુંડા અતિથિ ગૃહના પ્રમુખ અને ચોટીલા દરબાર શ્રી મહાવીરભાઈ ખાચર તથા તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં નિ:સ્વાર્થ ભાવે રાષ્ટ્રપ્રેમ ખાતર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત જોયા વગર ચોટીલાના પત્રકારીતા કરતા પત્રકારોનું પણ આ તકે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આવેલ સૌ મહેમાનો નું શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ બલવીરભાઈ ખાચરે કર્યું હતું

આ સમાચારને શેર કરો