ચોટીલા: જાનીવડલાનાં જંગલમાંથી 1860-બોટલ દારૂ, 120 ટીન બિયરનો જથ્થો ઝડપાયો

દારૂ-બિયરનો રૂા.6.89 લાખનો મુદામાલ જપ્ત કરાયો

ચોટીલા પંથકનાં જાનીવડલા ગામના વીડ જંગલમાં પોલીસે છાપો મારી ઓરડીમાં છુપાવેેલ રૂ.689280નો ઇગ્લીશ દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની ની કાર્યવાહી હાથ ધરેલ છે.ચોટીલા વિસ્તારમાં ઇગ્લીશ દારૂ બિયરનો ધંધો ફુલોફાલ્યો છે. અનેક વખત મોટો જથ્થો ઝડપાય છે ત્યારે ઠંડીમાં પ્યાસીઓને ગરમાવો આપવા બુટલેગરો પણ સક્રિય બની જતા હોય છે આવા સમયે ડીવાયએસપી સી. પી. મુંધવાની સુચનાથી પેટ્રોલીંગ પોલીસ કરી રહેલ હતી

પીઆઇ બી. કે પટેલને ખાનગી હકિકત મળતા પેટ્રોલીંગ ટીમને જાણ કરતા જાનીવડલાનાં રહીશ જેઠુરભાઇ અમરાભાઇ કાઠી દરબારની કબ્જા ભોગવટાની વીડી જંગલમાં આવેલ ઓરડીમાં કેતનભાઇ ચાવડા, શૈલેષભાઇ, જગાભાઇ, નરેશભાઇ, ભીખાભાઇ, સરદારસિંહ રાજુભાઇ સહિતનાએ સ્થળ શોધી રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની 750 એમ એલ ની બોટલ નંગ 1860 તેમજ કિંગ ફિશર બિયર ટીન નંગ 120 મળી કુલ રૂ. 689820નો મુદ્દામાલ આરોપીએ પોતાના કબજામાં વેચાણ માટે રાખેલ મળી આવેલ આરોપી રેઇડ દરમિયાન હાજર નહી મળતા તેના વિરૂદ્ધ નશાબંધી સુધારા પ્રોહી કલમ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. વધુ તપાસ પીએસઆઇ એમ.કે.ગોસાઇને સોપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •