વાંકાનેર: દિઘાલીયા ગામે વાડામાં પશુ ચારામાં લાગી આગ, ભારે નુકસાની, કોઇ જાનહાનિ નહીં

વાંકાનેર તાલુકાના દિતલા ગામે આજે સવારે સાઉથના વાડામાં રહેલા પશુ ચારા કલબમાં અચાનક આગ લાગી ગઈ હતી સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ ભારે નુકસાની આવે છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દિઘાલીયા ગામે ખેડૂત અબ્દુલ હાજીભાઈ વકાલિયાના ગામ પાસે આવેલા વાડામાં રાખેલા પશુચારા કલબમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં ટ્રેક્ટરના 10 ભર કળબ સળગીને રાખ થઈ ગઈ હતી. આ આગના કારણે ખેડૂતને લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે.

આ આગ લાગ્યાની ગામમાં વાત ફેલાતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને આજુબાજુમાંથી પાણીની વ્યવસ્થા કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ ઉપર કાબૂ મેળવે ત્યાં સુધીમાં ખેડૂતના દશેક ભર પશુ ચારો સળગી ગયો હતો. આગના કારણે ખેડૂતના પશુઓનો કોળીયો છીનવાઇ ગયો છે. તેમની પાસે હવે કોઈ ચારો બચ્યો નથી.

જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •