વાંકાનેર નગરપાલિકાની 16 સમિતિઓના ચેરમેન અને સભ્યો જાહેર
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની વિવિધ 16 સમિતિઓ જાહેર થઈ ગઈ છે. આજે સાંજના અરસામાં આ સમિતિઓના ચેરમેન અને સભ્યોની યાદી સતાવર રીતે જાહેર કરવામાં આવી છે. જો કે આ સમિતિઓમાં ભાજપના એક પણ સભ્યને સ્થાન ન મળ્યું હોવાનું ધ્યાને આવ્યું છે.
વાંકાનેર નગરપાલિકાની કારોબારી સમિતિમાં ચેરમેન તરીકે સુનિલભાઈ મહેતા જ્યારે સભ્યો તરીકે રાજ સોમાણી, કાંતિભાઈ કુંઢીયા, કોકિલાબેન દોશી, સંગીતાબેન સોલંકી, જશુબેન જાદવ, મીરાબેન ભટ્ટી, વિરાજભાઈ મહેતા, ઝાકીરહુસેન બ્લોચ,
હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિમાં ચેરમેન તરીકે ઝાકીરહુસેન બ્લોચ જ્યારે સભ્યો તરીકે ભાવેશભાઈ શાહ, રાજ કે. સોમાણી, જશુબેન જાદવ, રઝીયાબેન પરમાર,
પબ્લિક વર્ક્સ સમિતિમાં ચેરમેન તરીકે કાંતિલાલ કુંઢીયા જ્યારે સભ્ય તરીકે સુનિલભાઈ મહેતા, શૈલેષભાઈ દલસાણીયા, મીરાબેન ભટ્ટી, સંગીતાબેન સોલંકીની નિમણુંક કરાઈ છે.
ધારાધોરણ સમિતિમાં ચેરમેન તરીકે સુનિલભાઈ મહેતા, સભ્યો તરીકે કાંતિલાલ કુંઢીયા, ભાવેશભાઈ શાહ, હેમાબેન ત્રિવેદી અને માલતીબેન ગોહેલ,
વોટર વર્ક્સ સમિતિમાં ચેરમેન તરીકે રાજ સોમાણી જ્યારે સભ્યો તરીકે સુનિલભાઈ મહેતા, ભાવનાબેન પાટડિયા, જશુબેન જાદવ અને ઝાકીરહુસેન બ્લોચ,
વીજળી સમિતિમાં ચેરમેન તરીકે સંગીતાબેન સોલંકી જ્યારે સભ્યો તરીકે રાજ સોમાણી, વિરાજભાઈ મહેતા, કોકિલાબેન દોશી, રજિયાબેન પરમાર,
ગેરેજ સમિતિમાં ચેરમેન તરીકે ભાવેશભાઈ શાહ જ્યારે સભ્ય તરીકે સુનિલભાઈ મહેતા, કોકિલાબેન દોશી, કાંતિભાઈ કુંઢીયા, જશુંબેન જાદવ,
પ્રોવિડન્ડ ફંડ સમિતિમાં ચેરમેન તરોકે અધ્યક્ષ જ્યારે સભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુનિલભાઈ મહેતા, ભાવેશભાઈ શાહ, રાજ સોમાણી.
શાળા સમિતિમાં ચેરમેન તરીકે હેમાબેન ત્રિવેદી, સભ્ય તરીકે સંગીતાબેન સોલંકી, જશુબેન જાદવ, કોકિલાબેન દોશી અને રાજ સોમાણી,
વેરા વસુલાત સમિતિમાં ચેરમેન તરીકે કોકોલાબેન દોશી, ભાવનાબેન પાટડીયા, જશુબેન જાદવ, કાંતિલાલ કુંઢીયા, ભાવેશભાઈ શાહ,
ગાર્ડન એન્ડ રિક્રિએશન સમિતિમાં ચેરમેન તરીકે જશુબેન જાદવ જ્યારે સભ્ય તરીકે સંગીતાબેન સોલંકી, રાજ સોમાણી, સુનિલભાઈ મહેતા, શૈલેષભાઈ દલસાણીયા,
20 મુદા અમલીકરણ સમિતિમાં ચેરમેન તરીકે મીરાબેન ભટ્ટી જ્યારે સભ્ય તરીકે દિવુબેન પલાણી, સુનિલભાઈ મહેતા, રાજ સોમાણી અને કોકિલાબેન દોશી.
સેલ પરચેઇઝ સમિતિમાં ચેરમેન તરીકે વિરાજભાઈ મહેતા જ્યારે સભ્ય તરીકે સુનિલભાઈ મહેતા, ભાવેશભાઈ શાહ, કાંતિલાલ કુંઢીયા, દીવુબેન પલાણી,
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિમાં ચેરમેન તરીકે અધ્યક્ષ જ્યારે સભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરાજભાઈ મહેતા, હેમાબેન ત્રિવેદી, ભાવનાબેન પાટડિયા,
પસંદગી એન્ડ એસ્ટાબલિશમેન્ટ સમિતિમાં ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા જ્યારે સભ્ય તરીકે સુનિલભાઈ મહેતા, રાજ સોમાણી, કાંતીભાઈ કુંઢીયા, જશુબેન જાદવ તેમજ
ટાઉન ડેવપલમેન્ટ સમિતિમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ દલસાણીયા જ્યારે સભ્ય તરીકે ઝાકીરહુસેન બ્લોચ, ભાવેશભાઈ શાહ, વિરાજભાઈ મહેતા, સુનિલભાઈ મહેતા,
કાયમી આમંત્રિત સભ્યો તરીકે પ્રાંત અધિકારી, નગરનિયોજક અને મુખ્ય અધિકારી તરીકે સભ્ય સચિવની નિમણુંક કરવામાં આવી છે.