કોરોના આદેશ: રાજયોને કફર્યુ લાદવા કેન્દ્રની ખુલ્લી છૂટ

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જાય છે અને આગામી દિવસોમાં કેસનો વિસ્ફોટ થાય તેવી ધારણા છે તે વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોને જરૂર પડે કફર્યુ પણ લાદી દેવા સલાહ આપી છે.

દેશનાં ત્રણ રાજયોમાં હાલ કોરોનાના કારણે કફર્યુ છે પરંતુ અન્ય રાજયો કે જયા લોકડાઉનની સ્થિતિ છે ત્યાં લોકો પુરતો સહકાર આપતા અને લોકડાઉનનો ભંગ કરે છે જેના કારણે કોરોનાને પ્રસરવાની તક મળી જાય છે.

ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને લોકડાઉનનો ભંગ થાય છે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી અને તે બાદ રાજયએ કડક અમલ શરૂ કર્યો છે. પરંતુ હજુ પણ દેશના અનેક ભાગોમાં લોકડાઉન પુરતુ સફળ થઈ રહ્યું નથી તે જોતા હવે કેન્દ્રએ જરૂર પડયે કફર્યુ લાદવાની રાજયોને ખુલ્લી છુટ આપી છે અને જણાવ્યું છે કે, કોરોના સામેના જંગમાં કાનૂનની કોઈપણ કલમ લાગુ કરીને લોકો ઘરની બહાર ન નીકળે અને શકય તેટલા કેસો ઘટે તે જોવાનું રહેશે.

આ સમાચારને શેર કરો