પીપળીયા-રાજમાં ઈદ-એ-મિલાદુન્નબી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

વાંકાનેર: પીપળીયા રાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મોટી જમાત પીપળીયા રાજ) અને લાઈફ સેન્ટર રાજકોટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ
હજરત મોહમ્મદ રસુલલ્લાહુ અલયે વસલમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે એટલે કે ઈદે મિલાદુન નબીના તહેવારની ઉજવણી અંતર્ગત હજરત મોહમ્મદ સલલ્લાહુ અલયે વસલમના માનવતાવાદી વિચારધારાને ધ્યાનમાં લઈને સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પીપળીયા રાજ સુન્ની મુસ્લિમ મોટી જમાત પીપળીયા રાજના જમાતખાને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પ માટે રાજકોટ થી લાઈફ બ્લડ સેન્ટરનો સ્ટાફ બ્લડ એકત્રિત કરવા માટે આવેલ.

આ બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત બપોરના 3:30 વાગ્યાથી કરવામાં આવેલ જે રાત્રીના 8:00 વાગ્યા સુધી રાખેલ હતો. કેમ્પમાં પીપળીયા રાજના નાગરિકોએ હજરત મોહમ્મદ સલલ્લાહુ અલયે વસલમના જન્મદિવસની ખુશાલીમાં ઉત્સાહ પૂર્વક બ્લડ ડોનેશન કરેલ બ્લડ ડોનેશનમાં આવેલ ભાઈઓ હોશે હોશે પોતાનું બ્લડ ખુશાલીની સાથે આપતા હતા અને હજુ પણ ભવિષ્યમાં બ્લડ ડોનેશન કરવાનું કહેતા હતા.આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના ગ્રામજનોનો સારો એવો સહકાર મળેલ અને કુલ 45 જેટલી બોર્ડર એકત્રિત કરી હજરત મોહમ્મદ સલલ્લાહુ અલયે વસલમના જન્મ દિવસ ની ઉજવણી કરેલ

આ બ્લડ ડોનેશન કેમ્પ પીપળીયા રાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનોએ સહયોગ આપીને જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડી યુવાનોને રક્તદાન કરવાની પ્રેરણા પૂરી પાડેલ અને બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવવા પ્રયત્ન કરેલ હતો. આમ પીપળીયા રાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને લાઈફ સેન્ટર રાજકોટના સહયોગથી બ્લડ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરી ઈદે મિલાદ ની ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ.

આ સમાચારને શેર કરો