વાંકાનેર: આગામી તારીખ 28ના રોજ લુણસર તાલુકા શાળામાં રક્તદાન કેમ્પ
શાળાના આચાર્યો વયમર્યાદાથી નિવૃત્ત થતાં તેમને સન્માનવાનો તેમજ ડો. એચ એલ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 28ના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વાંકાનેર તાલુકાના લૂણસર ગામે તાલુકા શાળા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ શાળાના આચાર્ય દલાભાઈ વાઘેલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યા છે, તેમને સન્માનવા તેમજ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના ભૂતપૂર્વ હેડ સ્વર્ગસ્થ ડો.એચ.એલ.ત્રિવદીને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના હેડ સ્વર્ગસ્થ ડૉ. એચ.એલ.ત્રિવદી વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં રહીને પ્રાથમિક અભ્યાસ કર્યો હોય અને તેઓને આ ગામથી ખૂબ લગાવ પણ હતો જેથી આ ગામના યુવકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવા સબબ તેમજ લૂણસર ગામના આચાર્યને વિદાય આપવા ના હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યુ છે.
આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને રતન કરવા માટે અપીલ કરવામાં આવી છે કેમકે રક્ત દાન એજ મહાદાન છે અને રકતદાન કરી અન્ય લોકોની જિંદગી બચાવી શકાય છે. આ માનવ જિંદગી બચાવવા માટેના સેવાકાર્યમાં મહાદાન કરવા માટે આગળ આવવા માટે આયોજકોએ અપીલ કરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…