Placeholder canvas

મોરબીમાં બાયો ડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ, ૧ કરોડથી વધુનો મુદામાલ જપ્ત

મોરબી એલ.સી.બી ટીમે પાનેલી ગામ નજીક ટેન્કરમાંથી ગેરકાયદેસર બાયોડિઝલનો વેચાણ કરતા એક શખ્સને 5500 લિટર સાથે ઝડપી લીધો હતો. સ્થળ પરથી બાયોડિઝલ સહિત રૂપિયા 1 કરોડ થી વધુનો મુદમાલ જપ્ત કર્યાં છે

બનાવની મળેલ માહિતી મુજબ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના સુચનાથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા lcb પી.આઈ. વી.બી.જાડેજાને જરૂરી સુચના કરતા એલ.સી.બી. ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન જયવંતસિંહ ગોહીલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા રહે, શનાળારોડ, ભરતનગર-૦૨, મોરબી, તથા રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા રહે મોરબી વાળા બન્ને એકબીજા સાથે મેળાપીપણ કરી રફાળેશ્વર થી પાનેલી ગામ તરફ જતા રસ્તે ટેન્કરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો રાખી ફ્યુલપંપ મારફતે જુદા જુદા નાના મોટા માલવાહક વાહનોમાં બાયોડીઝલ ઇંધણ સ્વરૂપે ભરી આપે છે.

પોલીસે ત્યાં રેઇડ કરતા સફેદ પ્રવાહી બાયોડીઝલ આશરે ૫૫૦૦ લીટર કિરૂ.૪,૧૨,૫૦૦ , ટેન્કર-૦૧, ટ્રેઇલર-૦૫, બોલેરો પીકઅપ, કયુલ પંપ ૦ર, ઇલેકટ્રીક મોટર, તથા કાર-ર તથા મોબાઇલ ફોન નંગ-૦૨ મળી કુલ કીમત રૂપિયા ૧,૦૧,૨૬,૦૦૦ નો મુદામાલ સાથે સતનામસીંગ અજીતસીંગ વીક રહે નાતીઉંરા તા.પોવાયા જી.શાહજાપુર (યુ.પી.) વાળાને ઝડપી લેવામાં આવ્યો છે આઇ.પી.સી કલમ-૨૭૮,૨૮૪,૨૮૫,૧૧૪ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ ઉપરાંત જે બે શખ્સો આ ગેરકાયદેસર ધંધો કરતા હતા યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા, રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા રહે સહિત જે વાહનો મળી આવ્યા તેના ચાલકો મહીન્દ્રા બોલેરો ગાડી નંબર-GJ-03-7-6589 નો ચાલક,ટાટા કંપનીનું ટ્રેલર નંબRJ-14-GJ-9173નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નંબ-52-GA-7851 નો ચાલક,ટાય કંપનીનું ટ્રેલર નંબR-14-GO- 75 નો ચાલક, અશોક લેલન ટ્રેલર નંબRA-526A-43નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નંબR-14-GF-370 નો ચાલકોને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે

આ દરોડોની કાર્યવાહીમાં lcb પી.આઈ.વી.બી.જાડેજા ,દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, જયવંતસિંહ ગોહીલ ,દશરથસિંહ ચાવડા,ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશ કાસુન્દ્રા, ભગીરથસિંહ ઝાલા વિગેરે જોડાયેલ હતા.

આ સમાચારને શેર કરો