Placeholder canvas

વાંકાનેર: જિલ્લા પંચાયતની રાતીદેવળી સીટના ભાજપના ઉમેદવાર ઝહિર શેરસિયા

વાંકાનેર સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં કોને ટિકિટ મળશે આવી ચર્ચાનો હવે અંત આવી ગયો છે, મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર તાલુકામાં આવતી રાતીદેવડી સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ઝહીર શેરસીયાનું નામ જાહેર થઇ ચૂકયું છે.

ઝહીર શેરસીયા સિંધાવદર ગામના રાજકીય અગ્રણી યુસુફભાઈ શેરસિયાના પુત્ર છે. ઝહીર શેરસિયાને વારસામાં રાજકારણ મળેલું છે તેમના દાદા કામદાર બાપા વાંકાનેરમાં સહકારી રાજકારણમાં સન્માનિય શાખ ધરાવતા હતા, જ્યારે તેમના પિતા યુસુફભાઈ શેરસીયા તીથવા જિલ્લા પંચાયતમાંથી અપક્ષ ઉમેદવારી કરી કરીને જીત મેળવી હતી અને એ વિસ્તારમાં જબરદસ્ત કામગીરી કરી હતી જેમને લોકો આજે પણ યાદ કરે છે.

હાલમાં રાતીદેવળી સીટમાં ઝહીર માટે ખૂબ સારું વાતાવરણ હોવાની ચર્ચા થઈ રહી છે, ઝહીર શેરસિયા આમ તો બિઝનેસમેન છે પોતાને વારસામાં મળેલો બિઝનેસ ખૂબ સારો ડેવલપ કર્યો છે. હવે તે રાજકારણમા પણ આ ચૂંટણીથી કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. અત્યાર સુધી તેઓ સક્રિય રાજકારણમાંથી નહોતા આમ છતાં તેમના પિતા ચૂંટણી લડતા હોય તે ખૂબ નજીકથી જોયું છે અને તેમાં કામ પણ કર્યું છે એટલે તે ખૂબ અનુભવી છે. ઝહીરની આ ઉમેદવારી પ્રથમ વખત છે પણ ચૂંટણી પ્રથમ નથી. ઝહિરને તેમના પિતાનું નામ, કામ, ગ્રુપ અને સબંધોનો લાભ મળશે. બાકી તો મતદાર રાજા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો