રાજકોટ : મૃત ગાયને લેવા ગયેલા સણોસરાનાં ભાવેશ પર ખૂની હુમલો
રાજકોટના સોખડાના પાટીયે બનેલી ઘટના: ગાયને મારીને લઇ જતો હોવાની શંકાએ એક ભરવાડ શખ્સ અને અન્ય ત્રણ શખ્સોએ ધોકા-પાઈપ અને કુહાડીથી હુમલો કરી યુવકનાં હાથ-પગ ભાંગી નાખ્યા : એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ત્રણ સામે ગુનો નોંધાયો.
રાજકોટનાં કુવાડવા નજીક સોખડાનાં પાટીયે મૃત ગાયને લેવા ગયેલા સણોસરાનાં વણકર યુવાન પર ત્યાંનાં ત્રણ શખ્સોએ ગાયને મારીને લઇ જતો હોવાની શંકાએ ધોકા-પાઈપ અને કુહાડી વડે ખૂની હુમલો કરતાં યુવકનાં હાથે-પગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા થઇ હતી. ઘવાયેલા યુવાનને લોહીલુહાણ હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે કુવાડવા પોલીસે યુવકની ફરિયાદ પરથી એટ્રોસીટી તેમજ હુમલાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.
બનાવની મળેલી માહિતી મુજબ ગઇકાલે મિત્ર ધર્મેશ વણકરનો ફોન આવ્યો હતો કે કુવાડવામાં આવેલા રુડા ટ્રાન્સપોર્ટરનગરમાં એક ગાય મૃત હાલતમાં પડી છે ત્યાં ભાવેશ ગયો ત્યારે રૂા. 200 થાય તેમ એક ટ્રાન્સપોર્ટરે કીધું અને બાદમાં રૂા. 150માં નક્કી થતાં રૂા. 150 આપ્યા હતા અને ગાયને ધર્મેશ, રમેશ ભીખાભાઈ પરમારે ગાયને રીક્ષામાં નાખી હતી. ત્યાં રીક્ષા ચાલુ કરી ભાવેશ આગળ જવા નીકળ્યો ત્યારે સોખડાના પાટીયે ગાયને મારીને લઇ જાય છે તેવી શંકા કરી ભલા લાખા ટોયટા અને તેની સાથેના મુરલી અને એક અજાણ્યા શખ્સે શંકા કરી ધોકા પાઈપ અને કુહાડી વડે ખૂની હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતાં. અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો આક્ષેપ કર્યો હતો.
ઘવાયેલા ભાવેશને મિત્રોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે ભાવેશનું નિવેદન નોંધી હુમલો તેમજ એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ આદરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…