કુવાડવા: ફાળદંગ પાસે હિટ એન્ડ રન : જીવાપરના વૃદ્ધનું મોત

અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો : બાઈક ચાલક યુવાનને ઇજા,પાછળ બેઠેલા વૃદ્ધનું ગંભીર ઇજાથી મોત: અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ

કુવાડવા પાસેના ફાળદંગ નજીક અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા ચોટીલાના જીવાપરમાં રહેતા વૃદ્ધનું મોત થયું હતું.તેમજ બાઈક ચલાવનાર યુવાનને ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ત્રંબા ગામની સીમમાં રહેતો ગોરધનભાઇ રાઘવભાઈ પરબતાણી (ઉ.વ 35) નામનો યુવાન બાઇકમાં ચોટીલાના જીવાપર ગામે રહેતા વૃદ્ધ નાથાભાઈ નાનજીભાઈ કલાડીયા (ઉ.વ 75) ને બાઇકમાં પાછળ બેસાડી કુવાડવા પાસેના ફાળદંગ પાસેથી પસાર થતો હતો.દરમિયાન અજાણી કારે બાઇકને ઠોકરે લેતા બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા.જેમાં માથાણાભાગે ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત થયું હતું.જ્યારે તેની યુવાનને ઇજા પહોંચી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •