વાંકાનેર: પેટ્રોલપંપેથી લોક કરેલું બાઇક ચોરાયું…

વાંકાનેર : તાલુકાના વાઘસિયા ગામની સીમમાં આવેલા પેટ્રોલપંપેથી કોઈ શખ્સ લોક કરેલું બાઇક ચોરી જતા બાઇક માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેરના વાઘસિયા ગામની સીમમાં આવેલા કૈલાશ પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં લોક કરીને રાખેલા GJ 03 HM 9255 નંબરના કાળા કલરના હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. 28000) કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ બાઇક માલિક મનીષભાઈ જેન્તીભાઈ ખાંભુ નામના યુવકે વાંકાનેર સીટી પો.સ્ટે.માં નોંધાવી છે.

ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ સાંજે 06 વાગ્યાથી 20 તારીખે સવારે 09 વાગ્યા સુધીમાં આ બાઇક ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું આ જ પેટ્રોલપંપમાં નોકરી કરતા બાઇક માલિક યુવાને પોલીસને જણાવ્યું હતું. ચેસીસ નંબર તેમજ બાઇક નંબરને આધારે પોલીસ ઉઠાવગીરને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજનો પણ સહારો લઈ રહી છે. બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી.પો.મથકના એ.એસ.આઈ. પી.એમ.સોલંકી ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો