Placeholder canvas

વાંકાનેર:ખિસ્સામાંથી મોબાઈલ બઠાવીને બાઈક ચાલક છુમંતર…

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર: ગાયત્રી સોસાયટી પાસેથી ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બાઈક ચાલક નાસી છૂટ્યાની ઘટના સામે આવી છે.

વાંકાનેરમાં ઘણા સમયથી નાની-મોટી ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર ગાયત્રી સોસાયટીમાં રહેતા અને મૂળ ગામોધલા પ્રાથમિક સ્કુલની બાજુમા આઝાર તા- સાવરકુંડલા જિ- અમરેલી વાળા ધીરુભાઈ કનુભાઈ શર્મા ઉમર વર્ષ 59 પોતે સવારમાં ગાયત્રી સોસાયટી પાસે આવેલા પાનના ગલ્લે માવા લેવા ગયા ત્યારે બે અજાણ્યા ઈસમો બાઈક પર આવીને ધીરુભાઈ કનુભાઈ શર્માના ખિસ્સામાં રહેલો મોબાઈલ કાઢીને નાસી છૂટયા હતા ધીરુભાઈ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો