ટંકારા: નાના રામપર ગામે ભુવાજીનું ધૂણતા ધૂણતા થયું મૃત્યુ…

ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે આયોજિત માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા ભુવાજીને હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. જો કે, આ બનાવ અંગે હજુ સુધી પોલીસમા કોઈ નોંધ થઈ નથી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામે માતાજીના માંડવાનું આયોજન હોય વાયક મળતા ખારચિયા ગામના ભુવાજી મોહનભાઈ પરબતભાઈ બોસીયા ઉ.55 માંડવામા ગયા હતા જ્યાં ધૂણતા સમયે અચાનક હાર્ટ બેસી જતા તેમનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ સમાચારને શેર કરો