Placeholder canvas

વાંકાનેર: ભોજપરા નજીક કારખાનામાં 5.75 લાખની રોકડની ચોરી…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલા કારખાનામાંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા 5,75,500ની રોકડ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા જેતપરડા રોડ ઉપર આવેલ એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો નામના કારખાનામાં પાછળના તાર તોડી અજાણ્યા તસ્કરો કારખાનાની ઓફિસમાં ઘુસ્યા હતા અને ઓફિસમાં પડેલા ટેબલમાં હોલ કરી ખાનામાં રાખેલા રોકડા રૂપિયા 5,75,500ની રોકડ રકમ ચોરી જતા રાજકોટ રહેતા કારખાનેદાર નરોતમભાઈ રવજીભાઈ સરસાવાડિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો