Placeholder canvas

GPSCની પરીક્ષામાં પદ્ધતિમાં શુ ફેરફાર થયો ? જાણવા વાંચો

  • ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક, બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર
  • પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર, 2 તબક્કામાં પરીક્ષા લેવાશે
  • પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦, ગાણીતિક ૩૦ માર્કની પરીક્ષા લેવાશે
  • બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્ક
  • સંબંધિત વિભાગો અને ઉપયોગીતાના 120 માર્કનું કુલ 150 માર્ક નું પેપર રહેશે

GPSCની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GPSCની પરીક્ષા પદ્ધતિ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. GPSCની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે 2 તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે.

ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક, બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગેના પરિપત્ર મુજબ હવે 2 તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦, ગાણીતિક ૩૦ માર્કની પરીક્ષા લેવાશે તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્કની પરીક્ષા લેવામાં આવશે. વિગતો મુજબ સંબંધિત વિભાગો અને ઉપયોગીતાના 120 માર્કનું કુલ 150 માર્કનું પેપર રહેશે. આ સાથે બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. પરિપત્ર મુજબ ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે.

આ સમાચારને શેર કરો