ભાભી સાથે આડાસંબંધ હતા,બીજે પરણવા નોહતી દેતી એટલે પતાવી દીધી.

મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે ગત તા. 31 ઓગષ્ટના રોજ બાવળની ઝાડીમાંથી મૂળ મધ્યપ્રદેશની એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

મોરબીના જાંબુડિયામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આડાસંબંધના કારણે દિયરે જ ભાભીનું કાસળ કાઢ્યું હોવાનું બહાર આવ્યું છે. હત્યારો દિયર હાલ પોલીસ પકડમાં આવી ગયો છે.

મળેલ માહિતી મુજબ મોરબીના જાંબુડિયા ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલીને હત્યા કરનાર દિયરને પકડી પાડ્યો છે. મૃતક ભાભી અને હત્યારા દિયરને આડાસંબંધ હોવાથી ભાભી દિયરને અન્ય જગ્યાએ પરણવા દેતી નહોતી, જેથી દિયરે ભાભીના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકીને તેનું કાસળ કાઢી નાખ્યું હોવાનું પૂછપરછમા ખુલ્યું છે.

આ અંગે મોરબી પોલીસે તપાસ ચલાવીને એક ટીમને વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ પણ મોકલી હતી. બાદમાં શંકાના આધારે પોલીસે વિષ્ણુપ્રસાદ કરનસિંગ રહે. શાપર( વેરાવળ) મૂળ મધ્યપ્રદેશવાળાને પકડી પાડી તેની પૂછપરછ આદરી હતી, જેમાં પૂછપરછ દરમિયાન દિયર વિષ્ણુપ્રસાદે હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.

કબુલાતમાં તેણે જણાવ્યું કે, મૃતક મહિલા તેની ભાભી થતી હતી, તેની સાથે તેને આડા સંબંધ હતા. જેથી તેની ભાભી તેના લગ્ન કોઈ અન્ય મહિલા સાથે થવા દેતી ન હતી. જેથી કંટાળીને તેણે માથામાં પથ્થરના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી હતી. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો