skip to content

વાંકાનેર: મોરબી જિલ્લા એકતા સમિતિમાં વાલાસણના પૂર્વ સરપંચ ઇસ્માઇલ કડિવારની પસંદગી

ગુજરાત સરકાર ના ગૃહવિભાગ દ્વારા મોરબી જિલ્લા માં કોમી સદભાવ જળવાઈ રહે અને તંગદિલી નિવારવા જિલ્લા એકતા સમિતિ ની રચના કરવા જિલ્લા કલેકટર શ્રી આર,જે,માકડીયાને કરેલ આદેશ બાદ, કાર્યવાહીને અંતે પ્રભારી મંત્રી મોરબી જિલ્લા તેમજ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચનામાં આવેલ સરકારી, બિનસરકારી નામો સાથે “મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચના કરવામાં આવેલ છે.”

આ સમિતિમાં સરકારી સભ્યમાં અધ્યક્ષ સ્થાને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જે,બી,પટેલ, જિલ્લા પોલીસ અધિકારી કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકીની સભ્ય તરીકે તેમજ નિવાસી અધિક કલેકટર કેતનભાઈ જોષી ની સભ્ય સચિવ પદે નિમણુંક કરવામાં આવી છે.

બિનસરકારી સભ્યોમાં સંસદ સભ્ય અને ધારાસભ્યો ઉપરાંત મોટાભાગે દરેક જ્ઞાતિઓમાંથી પસંદગી કરવામાં આવતી હોય છે, એ મુજબ લઘુમતિમાં સમાજમાંથી વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચના પતિ ઈસ્માઈલભાઈ કડીવારની પસંદગી કરવામાં આવે છે. ઈસ્માઈલભાઈ કડીવારની પસંદગી થતા તેમના મિત્ર વર્તુળ અને આગેવાનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો