વાંકાનેર: નેશનલ હાઈવે પર અકસ્માત: ડિવાઈડર અને બોલેરોના ભુક્કા
વાંકાનેર: આજે બપોરના નેશનલ હાઈવે પાસે એક બોલેરો કાર વચ્ચેનું ડિવાઈડર તોડી ડિવાઈડર પર ચઢી ગઈ હતી.
મળેલ માહિતી મુજબ વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ઝાંઝર ટોકીઝ પાસે એક બોલેરો કાર Gj 13 NN 9048 વચ્ચેનો ડિવાઈડરની મજબૂત ગ્રીલ તોડીને ડિવાઈડર પર ચઢી ગયું હતું. ડીવાઇડરની ગ્રીલ તૂટી ગઈ હતી અને બોલેરોનો પણ ભુક્કો બોલી ગયો છે. કોઈ જાનહાની થઈ નથી
આ બોલેરો ચાલક કોઈ ભરવાડ સમાજની વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે, તેમને કોઇ ઇજા થઇ નથી. આ બનાવને નજરે જોનાર લોકો એવું કહેતા હતા કે આવું કેમ બન્યું?
Photo by Juned Gadhvara