Placeholder canvas

વાડીએ પાણી પીવા ગયેલા યુવાન ઉપર કુહાડી વડે હુમલો 

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં બળબળતા બપોરે તરસ લગતા વાડીમાં પાણી પીવા ગયેલા યુવાન ઉપર વાડી માલિકે કુહાડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા અને ટ્રક ડ્રાઈવીંગ કરી જીવનનિર્વાહ કરતા લાલાભાઇ સામતભાઇ ગમારા નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે સીમમાં લાકડા કાપવા ગયો હતો ત્યારે પાણીની તરસ લગતા નજીકમાં આવેલ ગાંડુભાઇ દેવશીભાઇ ગમારાની વાડીમાં કુવા પાસે કુંડીમાં પાણી પીવા જતા આરોપી ગાંડુભાઇ દેવશીભાઇ ગમારા ગાળો આપવા લગતા લાલાભાઈએ ગાળો નહીં આપવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા ગાંડુભાઇએ કુહાડીનો ઘા લાલાભાઇના હાથમાં મારી દેતા ઈજાઓ પહોંચતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો