વાંકાનેર: પૈસાની ઉઘરાણી મામલે સોની વેપારી પર હુમલો
વાંકાનેર : વાંકાનેરમાં કામ ધંધા માટે લીધેલા નાણા સમયસર ચૂકવી ન શકતા સોની વેપારી પર એક શખ્સે સોનુ ગાળવાના લોખંડના સાધન વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના શ્રીજી એપાર્ટમેન્ટ બ્લોક નં ૩૦૩ ત્રીજા માળ દરબારગઢ પાસે રહેતા અને સોનીકામ કરતા પ્રજ્ઞેશભાઇ અનિલભાઇ પાટડીયા (ઉ.વ ૩૩) નામના સોની વેપારીએ આરોપી જયેશભાઇ મોહનભાઇ ઓઝા (રહે વાંકાનેર ઓઝાશેરી ચાવડી ચોક) સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે તા.૨૬ ના રોજ ફરીયાદીએ આરોપી પાસેથી પાંચેક વર્ષ પહેલા રૂ ૫,૫૦,૦૦૦ કામ ધંધા માટે જરૂરત હોય જેથી આ નાણા લીધા હતા. અને રૂ ૨,૦૦,૦૦૦ આરોપીને પરત આપી દીધા હતા.પણ બાકીના રૂપિયા આપેલ ન હોય આરોપીએ બાકી નીકળતા પૈસાની ઉધરાણી કરી ફરીયાદીએ હમણા પૈસા આપી શકુ તેમ ન હોય જેથી હમણા આપીશ નહી તેમ કહેતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી ફરીયાદીને સોનુ ગાળવાના લોખંડના સાધન વડે મોઢાના ભાગે હોઠના ભાગે ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.