Placeholder canvas

ટંકારા: વાછકપરની સીમમાંથી 1176 બોટલ દારૂ પકડાયો

By Jayesh Bhatashna (Tankara)

ટંકારા : મોરબી જિલ્લામાં દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવા આ અંગે એસ.પી. એસ.આર.ઓડેદરાના આદેશ ને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈ અને સર્કલ પી.આઈ બી.પી સોનારાના આદેશથી ટંકારા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.પરમાર અને સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઈ શેરશિયા, હેડ કોન્સ્ટેબલ ભાવેશ વરમોરા પેટ્રોલિગમાં હતા તે દરમિયાન રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી બી જેબલિયાએ તેના સૂત્રો તરફથી મળેલી માહિતી આધારે બાતમી આપી હતી કે રાજકોટ જિલ્લાના રતનપર ગામના મહિપતસિંહ ટપુભા જાડેજાની ટંકારાના વાછકપર ગામમાં સરગવા ઢાળ વાળી સીમમાં આવેલી ઓરડીમાં મોટા પ્રમાણમાં દારૂ છુપાવેલો હોય.

ત્યાથી અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે સપ્લાય કરતો હોય બાતમી આધારે ટંકારા પોલીસના ટીમે દરોડો પાડી હરિયાણાની બનાવતનો વિદેશી બ્રાન્ડનો રૂ.3.74 લાખનો 720 બોટલ તેમજ હરિયાણા બનાવટની વિદેશી બ્રાન્ડની વિસ્કીનો રૂ.1.71 લાખની કિંમતનો 456 બોટલ પકડી પાડી હતી. બનાવ વખતે આરોપી હાજર મળી આવ્યો ન આવતા તેની શોધખોળ શરૂ કરી હતી.હાલ રૂ.5.45 લાખની કિંમતની 1176 બોટલ જપ્ત કરી હતી. આ અંગે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો