skip to content

ફરિયાદ: વાંકાનેર પૂર્વ નગરપતિ જીતુ સોમાણીના પુત્રએ દલિત યુવાને જાહેરમાં માર માર્યો…

વાંકાનેર દરવાજા પાસે વાહન સામાન્ય ટકરાતા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી જાતિ પ્રત્યે હડતૂત કરતા એટ્રોસિટીનો ગુનો નોંધાયો

વાંકાનેર: માર્કેટ ચોક ખાતે સવારે 10 થી 11 વાગ્યાના સમયે ફરિયાદી રોહિતભાઈ નાનજીભાઇ ચાવડા ઉમર વર્ષ 20 રહે સિંધાવદર તાલુકો વાંકાનેર વાળા એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે આજરોજ સવારે 10 થી 11 વાગ્યાના સુમારે પોતાની ઇકો કાર નંબર જીજે વન કે એફ 7664 નંબરની લઈને ઊભા હોય તે સમયે આરોપી નંબર 1 સમીર જીતુભાઈ સોમાણી આરોપી નંબર 2 અમઝાઅલી વોરા એ એક સંપ કરી જાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જે અંગેની વાંકાનેર પોલીસે આપેલ વિગત એવી છે કે આરોપી નંબર 1 સમીર જીતુભાઈ સોમાણી પોતાનું મોટરસાયકલ એકટીવા લઈને ત્યાંથી પસાર થતા હોય તે સમયે ઇકો કાર સાથે ટકરાતા ફરિયાદની કહેલ તું મને ઓળખે છે હું કોણ છું? એવું કઈ આરોપીએ જાહેરમાં જાતિ પ્રતીએ હદ્તુત કરીને મોઢાના ભાગે હોઠ પર ઇજાગ્રસ્ત કરી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની અને જાતિ પ્રત્યે હડધૂત કરવા અંગેની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી ipc ૩૨૪. ૩૨૩. ૫૦૪. ૧૧૪ તથા એન્ટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી એન્ટ્રોસિટી(૩-૧) R(૩-૧) s(૫-A) નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ મોરબી ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો