વાંકાનેર : રાતિદેવળીમાં સામાન્ય બાબતે યુવાનને માર મારી કાર અને પીકઅપમાં તોડફોડ કરી.
વાંકાનેર : વાંકાનેરમાં સામાન્ય બાબતે યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરીને તેના કાર તથા પીકઅપ વાહનમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને નોંધાઇ છે.વાંકાનેર પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રીયાજભાઇ યુનુશભાઇ પઠાણ ઉ.વ. ૧૭ રહે નવી રાતીદેવડી તા. વાંકાનેર વાળાએ રાજા, રાજાનો ભાઇ રવી, શીવરાજસીંહ વેરૂભા ઝાલા અને કાનો ઉર્ફે કૃષ્ણરાજસીંહ ઝાલા રહે બધા રાતીદેવડી વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૨ના રોજ ફરીયાદી જુની રાતીદેવડીમા દુધ લેવા જતા હતા. ત્યારે આરોપી રાજા તેના પર થુકેલ. જેથી ફરીયાદીએ ઠપકો આપતા રાજા ઉસ્કેરાઇ જઇને ગાળો બોલી ઢીકા પાટુનો માર માર્યો હતો.
ત્યારબાદ ફરીયાદી ત્યાથી નવી રાતી દેવડીમા તેના ધરે જતા આરોપી ધોકા પાઇપ છરી તલવાર લઇ જઇ ફરીયાદીને રાજાએ ધોકાથી સાથળમા બે ત્રણ ધા મારી તેમજ આરોપી રવી તથા રાજાએ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો તેમજ આરોપીઓએ ફરીયાદીની અલ્ટ્રો કાર નં. જી.જે. ૧૮ બી ૧૧૧૩ તથા પીકઅપ વાહન નં. જી.જે. ૦૧ ટી.વી. ૮૫૬૭ પર ધા મારી કાચ તોડી નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.