વાંકાનેરના ધારાસભ્ય પિરઝાદા સહિત દશેય આગેવાનોને જામીન મળી ગયા

11 વર્ષ જુના આ રાજકીય કેસમાં વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા (કોંગ્રેસ) સહિત, માજી સંસદસભ્ય દેવજી ફતેપરા (ભાજપ), ગોરધન ધામેલીયા (રાજકોટ જિલ્લા ભાજપ: ઉપપ્રમુખ), ગોવિંદ રાણપરીયા (રાજકોટ જિલ્લા દૂધ સંઘ પ્રમુખ – ભાજપ) વગેરે નેતાઓ ને કોર્ટ માં જામીન મળી ગયા છે.

ઉપલી કોર્ટ માં આ ચુકાદા ને પડકારવા માં આવશે.

હાલ ધારાસભ્ય પીરઝાદા, ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાની સાથે કેરળ ખાતે રાજકોટ જિલ્લા બેન્ક મારફત ના શૈક્ષણિક પ્રવાસ અર્થે ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેમની તરફેણ માં આ રાજકીય આંદોલન કરવામાં આવ્યુ હતુ, તે કુંવરજી બાવળીયા હાલ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જતા રહયા છે અને ગુજરાતની વર્તમાન ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી છે.

આ સમાચારને શેર કરો