રાજકોટ: શાંતિ-સલામતિ માટે 144 કલમ લાગુ થશે, તો ૪થી વધુ માણસો ભેગા થઇ નહી શકે.

સભા-સરઘસ કાઢવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવતાં મનોજ અગ્રવાલઃ ૧-૧ થી ૨૯/૨ સુધી હુકમની અમલવારી

રાજકોટ: શહેરમાં હાલની પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જુદી-જુદી ધાર્મિક શોભાયાત્રાઓ, ધાર્મિક તહેવારો અને રેલીઓ-ધરણા યોજનાના કાર્યક્રમો હાલની આતંકવાદી ગતિવિધિ-પ્રવૃતિને લક્ષમાં લેતાં કોઇપણ પ્રકારે સુલેહ શાંતિ ભંગ ન થાય અને જાહેર સલામતિ તથા કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ૪ કરતાં વધુ માણસોના ભેગા થવા ઉપર તેમજ કોઇ સભા બોલાવવા, સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.

આ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક જાહેરનામુ બહાર પાડીને 144 કલમ લાગાવિ દેવામા આવી છે.

CP અગ્રવાલે જાહેરનામામાં જણાવ્યું છે કે ચાર કરતાં વધારે માણસોના ભેગા થવા પર અને સભા બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. . આ હુકમની અમલવારીનો સમયગાળો તા. ૧/૧ થી ૨૯/૨/૨૦૨૦ સુધીનો રહેશે. સરકારી ફરજ, કામગીરીમાં હોય તેવા વ્યકિતઓ તેમજ લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રાને આ લાગુ પડશે નહિ. હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ (૩) મુજબ શિક્ષાત્મક પગલા લેવાશે. આ ઉપરાં ૧૮૮ મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો