વાંકાનેર: કુંભારપરામાં જુગાર રમતા ચાર પકડાયા
વાંકાનેર : વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રામપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતા ચાર આરોપીઓને 19500ની રોકડ રકમ સાથે ઝડપાયા હતા.
મળેલ માહિતી મુજબ કુંભારપરામાં રામાપીરના મંદીર પાસે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે તીન-પતીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો પાડી નવધણભાઈ વજાભાઈ શામળ, લાલજીભાઈ બાબુભાઇ સારદીયા, રાજુભાઇ જગાભાઈ ઉઘરેજા અને અનીલભાઇ નરશીભાઇ તાવીયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રૂ.19500ની રોકડ રકમ જપ્ત કરી હતી.
આ કામગીરી વાંકાનેર સીટી પીઆઇ એચ.એન.રાઠોડ, એએસઆઇ હીરાભાઈ તેજાભાઇ મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી સહિતના સ્ટાફે કરી હતી.