Placeholder canvas

મોરબી પાલિકાના બે પૂર્વ સભ્યની ધરપકડ

મોરબીના માધાપર વિસ્તારની અંદર ગટર સફાઈની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ન હોય ગંદકી લોકોના ઘર સુધી પહોંચી જતા પાલિકાના બે માજી કાઉન્સીલર દ્વારા પાલિકાના સેનીટેશન વિભાગના ઝોન ઇનચાર્જ સાથે બોલાચાલી થઇ હતી અને લોકોની હાજરીમાં ફડાકા ઝીંકી દેવાયા હતા. તેમજ જાતિપ્રત્યે હડધુત કરાયાની ભોગ બનનારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નગરપાલિકાના બે માજી કાઉન્સીલરની સામે ફરિયાદ નોંધાવી હતી જેની આજે અટકાયતો કરવામા આવી હોવાનુ જણવા મળેલ છે.

મોરબી શહેરના હરિજનવાસમાં શેરી નંબર ૫ માં રહેતા અને પાલિકાના સેનિટેશન વિભાગમાં ઝોન ઇનચાર્જ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા તેના માણસોને સાથે રાખીને શહેરના માધાપર વિસ્તારની અંદર કપિલા ચોકથી લઈને છેવાળા સુધી ગટર સફાઈ માટેની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે માધાપર વિસ્તારના બે માજી કાઉન્સીલર ધર્મેન્દ્રભાઈ કણજારીયા અને અનિલભાઈ હડીયલ જેતે સમયે તેઓની પાસે ગયા હતા અને ગટરની સાફ સફાઈ બાબતે આ બંને માજી કાઉન્સિલ દ્વારા પાલિકાના કર્મચારી સાથે બોલાચાલી કરવામાં આવી હતી.

માજી કાઉન્સીલર અનિલભાઈ દ્વારા રમેશભાઇ મકવાણાને ફડાકો મારવામાં આવ્યો હતો એટલું જ નહીં તેમને જાતિ પ્રત્યે પણ અપમાનિત કરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી હોય જેતે સમયે પાલિકાના કર્મચારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને માજી કાઉન્સીલરોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ ચલાવી રહેલા ડીવાયએસપી દ્રારા એટ્રોસીટી સહિતની કલમો હેઠળ માધાપર વિસ્તારના બંને માજી કાઉન્સીલર ધર્મેન્દ્રભાઈ કણજારીયા અને અનિલભાઈ હડીયલની અટકાયત કરવામાં આવેલ છે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો