Placeholder canvas

નકલી જંતુનાશક દવા વેચતો વેપારી અને બોગસ સ્ટીકર બનાવનારની ધરપકડ

રાજકોટ: કોઠારિયા રોડ ઉપર એસ.ઓ.જીના પી.આઈ આર.વાય.રાવલ અને તેમની ટીમે દરોડો પાડી 12 લાખની કિમતનો શંકાસ્પદ નકલી જંતુનાશકનો જથ્થો કબજે કરી ડુપ્લિકેટ સ્ટીકર બનાવનાર વેપારી અને ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ કરી પુછપરછ શરુ કરી છે,તેમજ વેપારીઓની દુકાન અને ગોડાઉનમાં કબજે કરેલો જંતુનાશક દવાના જથ્થા બાબતે ખેતીવાડી વિભાગેને જાણ કરવામાં આવી છે.

ચોમાસાની સિઝન હોવાથી ખેતીમાં આપને રોગથી બચાવવા માટે જંતુનાશક દવાની ખૂબ માંગ રહેતી હોય છે, ત્યારે નાણાં કમાઈ લેવાની લ્હાયમાં અમુક વેપારીઓ બજારમાં નકલી દવા કે બીયારણ વહેંચી ખેડૂતો સાથે છેતરપિંડી કારી રહ્યા હોવાની ખેડૂતોમાથી ફરીયાદ ઉઠી રહી છે. શહેરમાં જાણીતી કંપનીના નામે ડુપ્લિકેટ જંતુનાશક દવા વેચાતી હોવાની માહિતી એસ.ઓ.જીને મળી હતી જેના આઘારે કોઠારિયા રોડ ઉપર નારાયણ વે-બ્રીજ પાસે સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શેરી નંબર 5 માં આવેલ સનલાઈટ એન્ટરપ્રાઈઝમાં તપાસ કરતા ત્યાંથી આશરે 12 લાખની કિમતનો નકલી જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો હતો.જે દવાના જથ્થા ઉપર જીઆઇડીસી બરોડા સ્થળ દર્શાવ્યું હતું.

જ્યાં તપાસ કરતા આ સ્ટીકર ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું આ મામલે એસ.ઓ.જીએ આ દુકાનના માલિક યુનિવર્સીટી રોડ ઉપર શ્યામલવાટિકા એ-302માં રહેતા વિજય જીવરાજભાઈ કાનાણી (ઉવ 40) અને ડુપ્લીકેટ સ્ટીકર બનાવનાર ધનજ્ય પેરેડાઇઝ બી-1001 મવડી પ્લોટમાં રહેતા ગ્રાફિક ડીઝાઈનર ચેતન અરજણભાઈ વાગડિયા (ઉવ30)ની ધરપકડ કરી પોલીસે પુછપરછ કરી આ બાબતે જરૂરી લાઇસન્સ તેમજ દવાના જથ્થા અંગે તપાસ કરી અને શંકાસ્પદ નમૂનાઓ લઇ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે.આ બાબતે ખેતીવાડી ખાતાના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

ખેતી અધિકારી ટીમ દ્વારા આળગની કામગીરી કરવામાં આવશે અને નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ અગલથી બીજો ગુનો નોંધી આળગની કાર્યવાહી કરવામાં આવશે. ગેરમાર્ગે દોરનારૂં લખાણ લખી ખેડુતોને જંતુનાશક દવા પધરાવી દેતા હોય છેતરપિંડી વિશ્વાસઘાત ઉપરાંત બોગસ દસ્તાવેજો બનાવવાની કલમો હેઠળ પણ ગુન્હો નોંધાઈ શકે છે.જંતુ નાશક દવામાં કેટલાક સક્રિય તત્વો ભેળવી દવાની બોટલ પર ગેરમાર્ગે દોરનાર લખાણ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ખેડુતો સાથે છેતરપીંડી અંગે પોલીસ દ્વારા અત્યંત ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો