મોરબી જિલ્લામાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે વાય.એ.દેસાઈની નિમણુંક

મોરબી : ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પારદર્શક રીતે થાય તે માટે 26 અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે અલગ અલગ જિલ્લાઓની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.

મોરબી જિલ્લાના ઓબ્ઝર્વર તરીકે મહેસુલ કમિશનર-તપાસણીની કચેરી અને એક્સ ઓફિસીયો સચિવના અધિક કલેકટર વાય.એ.દેસાઈની નિમણુંક કરી છે. તેઓ મોરબી જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયત અને મોરબી, વાંકાનેર, માળિયા નગરપાલિકાની ચૂંટણી ઉપર નિરીક્ષણ રાખશે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •